Sunday, December 27, 2015

તારેક ફતેહ

તારેક ફતેહ-મુળ પાકિસ્તાની હાલ કેનેડા માં વસતા લેખક છે...
તેમણે Chasing a Mirage: The Tragic Illusion of an Islamic State અને The Jew Is Not My Enemy: Unveiling the Myths that Fuel Muslim Anti-Semitism નાંમના દળદાળ પુસ્તકો લખેલા છે.મારી નજર સામે આ બન્ને પુસ્તકો આવેલા છે.પણ તેની ઊંચી કિંમત ને કારણે આપણી પંસદગી બીજા પર ઢોળાયેલી.
પાકિસ્તાન અને કેટલાક કટ્ટરવાદી બીરાદરો માં અણખામણો આ લેખક આજકાલ ભારત ભ્રમણ પર છે. પોતાનો પોંઇટઓફવ્યુ બીજા પર સરળતાથી લાદી દેવાની તેમનામા માસ્ટરી છે..આની પહેલા ભારત આવેલા ત્યારે દિલ્લી ના ઔરંગઝેબ રોડ નુ નામ બદલવાનું સુંચન કરતા ગયા હતા.તેની અસર શુ થય હતી તે આપણને ખબર છે..
હવે તે હિંદુ વિશે એક બુક લખવા જય રહ્યા છે..
તેમના ટોંક શો મને ખુબ પસંદ છે,તે આજકાલ ભરતના દરેક સમચાર ચેનલમં જોવા મળે છે..
હાલ જ્યારે તેઓ અહમદાવદ આવેલા ત્યાર નો તેની કોંન્ફરંસ નો વિડીયો મને હાથ લગ્યો છે,તેના અમુક મુદ્દા હું અહિ તારવુ છું...
~* નફરત કરવાનું કામ આંધળા લોકોનુ..તમે ગાંધી ને ગાળો આપો છો,પરંતુ ગાંધી મોટા મણસ હતા..હા પટેલ પણ હતા પરંતુ ગાંધીની વાત કાઇંક અલગ જ છે..ગાંધી લિડરો મા F-16 હતા.હા તેમણે ભુલો કરેલી પણ તેમના વિંચારો અને આત્મકથા માંથી સત્ય નિકળે છે..સત્ય હમેશા ઉપર આવશેજ ભલેને પછી તમારો ધર્મ કોઇપણ હોઇ..કે પછી તમે નસ્તિક કે આસ્તિક હોય તો પણ..
~* સચ્ચાય એ છે કે આ ધરતી પર ૭૦૦-૮૦૦ વર્ષ્થી ખુબ જુલમ થયા.એ મોટા મોટા ઘોડેસવારો આવ્યા જેમનું નામ શુ હતુ..હા તૈમુર બાબર,ગજનવી વગેરે..જેનાનામ પર તમારા પડોશી દેશે પોતાની મિસાઇલોના નામ રખ્યા છે..
~* હિંદુઓ સાથે ખુબ અન્યાય થયો તેમની આજ સુધી કોઇએ માંફી નથી માંગી કેટલાક અંદરખાનેથી માંફી માંગવાય માંગે છે પણ જાહેરમા આવતા ડરે છે..આજ હુએક મુસ્લિમ તરીકે તમારી માંફી માંગુ છુ..
~*પણ તમે આગળ વધી જાવ,આગળનુ વિચારો..જુઓ દક્ષિણ આફ્રિકાએ શુ કર્યુ.તેમણે ગોરા-કાળા નો ભેદ મિંટાવી આગળ વધી ગયા,તેમણે એક્બીજા ને માંફ કરી દિધા,દિલ મોટુ રાખો..
~* પાકિસ્તાનને એની જ ભાષામાં જવાબ આપો,ગાંધી જેવી ભુલ ફરી ના કરો.અને ગાંધીથી ભુલ થઇ કરણ કે તેની પાસે ગુડ ફેઇથ હતી,જ્યારે જીણા પાસે બેડ ફેઇથ એટલેજ તો તેણે હિંદુસ્તાનના બે બાજુ કાપી નાખ્યા..
~* મહાભારત સિંધ ના કિનારે લખાય હતી ન કે ગંગા કિનારે એ ન ભૂલશો.. તમારી હડ્ડ્પ્પા અને તક્ષશિલા ક્યા આવી એ તમને ખબર હોવી જોઇએ..
~* જ્યા સુધી વાત બલુચિસ્તાનની તો નેપાળ ભુતાન,બંગ્લાદેશની જેમ તેને પણ સ્વતંત્ર થવાનો હક્ક છે..એ માટે ભારતે પણ પોતાની જવાબદારી લેવી પડશે..
જે દેશના લોકો એક હિંદુ મંદિર નુ ૫૦૦૦ વર્ષોથી રક્ષણ અને જતન કરે છે,તેના માટે લાખો બ્લુચી લોકોએ પોતાની જાન કુરબાન કરી છે.જો ત્યા આ બ્લોચો ના હોતતો ક્યારનુંય પાકિસ્તાની સેના એ આ મંદિર તબાહ કરી નાખ્યુ હોત..બ્લોચી ભારત પર આશ લગાવીને બેઠા છે.૨૦૧૪ ચુંટણી સમયે બ્લોચોએ પહાડો પર મોટા અક્ષ્રરે ઉર્દુમા લખ્યુ "અબ કીં બાર મોદી સરકાર" અને અહિયા ભારત મા જયા ઉર્દુનુ જન્મસ્થાન છે ત્યા ના લોકો સમજ્યા કે કઇક "અલ્લહુ અકબર" એવું લખ્યુ હશે..
~* તમરા દ્રવિડો ક્યાથી આવ્યા..? તમારા ગુજરાતમાં રહેતા મકરાણી ( કાદુ મકરાણી ફેઇમ) ક્યાથી આવ્યા..? બલુચીસ્તાનમાથી જ તો..!
બરહામી અને તામિલ ભાષા મા સામ્ય છે તે ભારતને જ ખબર નથી.
~* ભારતને જો સુપરપાવર બનવુ હશે તો સત્ય અને મોરલ સાથે રાખવા પડશે..અફઘાનીઓ અહિ ટ્રેંડ માટે મદદ માંગવા આવે છે અને તમે પાકિસ્તાનને ટોલરેંટ કરો છો.અફઘાન પાસેથી તમે શું ખરિદશો..? કાબુલીચણા..!
~*તમારે ટ્રેંડ સોસાયટી કે સલમાન ખાન વાળી સોસાયટી બનવાની જરૂર નથી..જે માણસ મર્ડરર છે તેના છુંટકારા ને આખો દેશ ઉત્સવની જેમ મનાવે છે..આ તો થપ્પડ માર્યા બરાબર છે..
~* સહિષ્ણુતાની લડાયો ટ્વીટરમાં લડવાથી કાંઇ નહિ વળે.. આ દેશમાંજ બુધ્ધ,ગુરુનાનક,દારાસિંગો આવ્યા,બીજા દેશ્મં આવુ ના બને,અહિયા જ પંજાબી-બંગાલી
અલગ ધર્મ હોવા છતાય એક થયને રહે..પાકિસ્તાનમાં તો એક જ ધર્મનાં પંજાબી-બંગાલી હતા.તેનુ શુ થયુ ખબર છે ને..
ભારત પાસે વકીલોની ફોજ છે જે ફાઇલો લઇને દોડે છે..અને પાકિસ્તાન પાસે શેરી ના ગુંડા તમે જ કહો શેરીની ફાઇટમાં કોણ જિતે..?
~*સેક્યુલર થવામાં જ આ દેશની ભલાઇ છે,..સેક્યુલરવાદ ખતમ તો દેશ ખતમ...

No comments:

Post a Comment